કુંવરબાઈનું મામેરું યોજના 2025 | Kuvarbai Nu Mameru Yojana Online Form

કુંવરબાઈનું મામેરું યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવો, જેમાં પાત્રતા, લાભો અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શામેલ છે. ગુજરાતમાં દીકરીના લગ્ન માટે આર્થિક સહાય મેળવવા આજે જ અરજી કરો.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ-અલગ કામગીરી કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, ડૉ.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2025 વિશે વિગતવાર વાત કરીશું. Kuvarbai Nu MameruYojana Online Form કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું.
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અનેક લાભદાયી યોજનાઓ અમલમાં છે, જેમાં કુંવરબાઈનું મામેરું યોજના મહત્વપૂર્ણ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત લગ્ન કર્યા પછી, દિકરીઓના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) મારફતે સીધા સહાયની રકમ જમા કરવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ એસ.સી. વર્ગની કન્યાઓ, ઓ.બી.સી. વર્ગની દીકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં દરેક લાભાર્થી દીકરી માટે ₹12,000/- સહાય આપવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ
રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોએ જ્યારે દીકરીના લગ્ન કરે, ત્યારે તેમને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્યથી કુંવરબાઈનું મામેરું યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તેમજ સમાજમાંથી બાળલગ્ન जैसी કુપપ્રથાને રોકવા માટે અમલમાં મૂકવામાં આવી છે.
Hightlight Point of Kuvarbai nu Mameru Yojana
યોજનાનું નામ | Gujarat Kuvarbai nu Mameru Yojana 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો હેતુ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ |
Application Mode | Online |
Kuvarbai Nu MameruYojana Amount -1 | તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય |
Kuvarbai Nu MameruYojana Amount -2 | ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
Kuvarbai Nu MameruYojana Website (Official) | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Click Here |
કુંવરબાઈનું મામેરું યોજના 2023 માટેની પાત્રતા
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
- એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat નો લાભ મળશે.
- લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
- કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
- સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati
કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.
- કન્યાનું આધારકાર્ડ
- લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
- લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- કન્યાના રહેઠાણનો પુરાવો
- કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- વર-કન્યાનો સંયુક્ત ફોટો
- વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્નનોંધણી પ્રમાણપત્ર
- કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
- કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરું યોજના 2023 આવકમર્યાદા (Kuvarbai Nu Mameru Yojana Income Limit)
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000- (છ લાખ) નક્કી કરેલી છે. .
Benefits of Kuvarbai Nu Mameru Yojana (મળવાપાત્ર
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
- જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf (Kuvarbai Nu MameruYojana Form Pdf)
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.
How to Online Apply Kuvarbai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search માં જઈને ‘e samaj kalyan Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search Result માં અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.

- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.

- લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.
- જેમાં Kuvarbai Nu Mameru Yojana પર ક્લિક કરવાનું રહેશે.
- કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
- ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્ટ (Original Document) અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
E Samaj Kalyan Status Check
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. નીચેની આપેલા બટન દ્વારા લાભાર્થીઓ પોતાની Application Status Check કરી શકે છે.
કુંવરબાઈનું મામેરું યોજના status સહાય જમા ના થઈ હોય તો?
કુંવરબાઈનું મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે રૂબરૂ મુલાકાત કરો.
Important Links of Kuvarbai nu Mameru Yojana
Sr.No | વિગત અને લિંક |
---|---|
1 | Official Website |
2 | Your Application Status |
3 | New User? Please Register Here! |
4 | New NGO Registration |
5 | Home Page |
Important Links of Kuvarbai nu Mameru Yojana
FAQ’s of Gujarat Kuvarbai Nu Mameru Yojana
1. કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?
રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય મળશે.
2. કુંબરબાઈનું મામેરુ લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. કન્યાઓ e samaj kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
3. Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?
જવાબ: કુંવરબાઈ યોજનામાં વાર્ષિક 6,00,000/- (છ લાખ) આવક મર્યાદા નક્કી થયેલી છે.
4. કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?
ગુજરાતની આર્થિક રીતે નબળા વર્ગ કન્યાને લગ્ન કર્યા બાદ કુંવરબાઈ મામેરા યોજના લાભ મળવાપાત્ર થાય છે.